સાબરકાંઠા એલસીબીએ બાતમી આધારે પુછીના વિસ્તારમાંથી સીલારામ લસીયારામ હામીરારામ બુબડીયા, લાલારામ હિરારામ રૂપારામ બુબડીયા અને મુકેશ ચુના પાંગણા ગમારને ઝડપી લઈ પૂછપરછ કરતાં આખરે ૪૩ જેટલા ગુનાઓ ભેદ ઉકેલમાં આવ્યો હતો જેમાં ૯ લાખની કિમતની ૨૭ જેટલી બાઈકો રિકવર કરી હતી. જોકે બાઈક ચોરી કરનાર ગેંગ દિવસ દરમિયાન મોટા શહેરોમાં રેકી કરતા હતા. ત્યારે રાત્રે દરમિયાન બે થી ત્રણ એક સાથે બાઇકો ચોરી કરતા હતા. બાઇક ચોરી કરીને રાજસ્થાનના કોટડા ખાતે વેચાણ કરતા હતા બાઈક ચોરીના ત્રણ આરોપીઓને ઝડપીને ઇડર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે માં એક દિવસ સુધીના રિમાન્ડ મંજુર કરતાં પોલીસ લુકારામ લક્ષ્મણ બુબડીયા, સવા ઉર્ફે ઓટા ખેર, ગુડ્ડુ મુનીયારામ બુબડીયા, કાળુ દીતા બુબડીયા, કમલ વિનીયારામ બુબડીયા, અજય ધર્મા બુબડીયા અને દિલીપ ઉર્ફે દિલ્પા ડાભીની શોધખોળ હાથ ધરી છે.
ઉમંગરાવલ