રવિવારે હિંમતનગર પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો પીપલોદી નજીકથી પસાર થતી હાથમતી નદી કિનારે જીવંત ઝરણા નજીક જઈને રીલ્સની તૈયારી કરતા પહેલા જ એક યુવાન પાણીમાં ડૂબતા બુમાબુમ થતા અન્ય મિત્રએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલો યુવાન તણાઈ ગયો હતો. ગામના અગ્રણીઓને દુર્ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા બચાવ માટે ટીમે પહોંચીને ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રાજ્ગીરી પ્રમોદગીરી ગોસ્વામીને બેભાન હાલતમાં સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના તબીબએ મૃત જાહેર કરતાં બી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ઉમંગરાવલ સાબરકાંઠા