હિંમતનગરના સહકારી જીન ચાર રસ્તે આવેલી APMC કોટન માર્કેટમાં આજે બીજી નવરાત્રીથી કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. ખરીદી પૂર્વે જ કોટન માર્કેટમાં કર્મચારીઓ ધ્વારા શુભ મુહુર્તમાં માતાજીનું પૂજન અર્ચન કર્યા બાદ શ્રીફળ વધેર્યું હતું. ત્યારબાદ ખેડૂતને મુહુર્તના ગોળધાણા ખવડાવ્યા બાદ હરાજીની શરૂઆત માટે ઘંટનાદ કરવામાં આવ્યો હતો. અને કોટન માર્કેટમાં વેપારીઓ અને જીનર્સની ઉપસ્થિતિમાં કપાસની ખરીદી માટેની હરાજી શરુ થઇ હતી. અને એક પછી એક વેપારી અને જીનર્સ કપાસના ભાવ બોલતા હતા.મે મહિનામાં કપાસની ખરીદી પૂર્ણ થઇ હતી. અને ચોમાસું પૂર્ણ થયા બાદ બીજી નવરાત્રીથી કપાસની ખરીદી 6 વેપારીઓ અને 5 જીનર્સ ધ્વારા પૂજન અર્ચન બાદ ઘંટનાદ બાદ કપાસની ખરીદી શરુ થઇ હતી. અંદાજીત 35 થી વધુ ખેડૂતો કપાસ વેચાણ માટે લઈને આવ્યા હતા. તો રૂ. 1401 થી લઈને રૂ.1501 ભાવ પડ્યો હતો. જયારે કોટન માર્કેટયાર્ડમાં 30 હજાર કિલો કપાસની આવક થઇ હતી. આવતીકાલથી રોજ સવારે 8.30 વાગે કપાસની ખરીદી શરુ થશે.
ઉમંગરાવલ સાબરકાંઠા