સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બ્રહ્મપુરી વિસ્તારમાં ખેત શ્રમિક તરીકે કામ કરતા એક પરિવાર પર આભ તૂટ્યુ છે. પરિવારે ગુરુવારે રાત્રે ખેતરની ઓરડી પર જમવાનુ જમીને સુઈ ગયા બાદ એકાએક જ બાળકની તબિયત બગડી હતી. ઉલટીઓ કર્યા બાદ બાળક મોતને ભેટ્યુ હતુ. જેને કારણ બાળકને લઈ પરિવાર વતન પોશીના તાલુકાના ગણવા ગામે પહોંચ્યુ હતુ. જ્યા શુક્રવારે બીજા બાળકની તબિયત લથડી હતી અને ઉલટીઓ કરવા લાગ્યુ હતુ. જેનુ પણ બાદમાં મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ દરમિયાન પરિવારમાંથી બંને બાળકના પિતાની પણ તબિયત વધારે બગડતા અને ઉલટીઓ કરતા ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા મૃતકના પિતાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવાને લઈ તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે પરિવારના અન્ય પાંચ સભ્યોની સ્થિતિ સ્થિર હોવાનુ સુત્રો દ્વારા વિગતો જાણમાં આવી હતી. ઈડર પોલીસે શરુ કરી તપાસઘટના અંગે સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રુમને જાણકારી પોશીનાથી મળી હતી. જેને લઈ ઈડર પોલીસ તંત્ર સતર્ક થયુ હતુ. ઈડર, પોશીના અને ખેડબ્રહ્મા પોલીસે સંકલન કરીને ઘટના અંગે તપાસ શરુ કરી હતી
ઉમંગરાવલ