સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું હતું. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ક્યારે વરસાદ આવે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહામહેનતે ખેતી કરી છે પરંતુ આ વર્ષે ખેડૂતોને કંઈ વળતર મળી શકે તેમ નથી.મોઘીંદાટ દવાઓ બિયારણ, ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જો વરસાદ ન પડે તો જે વાવેતર કર્યું છે એ પણ બચાવવું મુશ્કેલ બને તેમ છે અને એટલે જ તો ખેડૂતો પણ હાલ તો વરસાદની રાહ જોઈ રહ્યા છેકૂવામાં પણ થોડા સમય ચાલે તેવું પાણી છે અને હવે ખેડૂતોને માત્ર એક જ કુદરતનો આશરો છે કે, ચોમાસુ ખેતીનું વાવેતર પણ બચાવી શકે તેમ છે. જલ્દીમાં જલ્દી વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે.સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે મુખ્ય પાકની વાત કરીએ તો મગફળી, કપાસ, સોયાબીન સહિત શાકભાજીનું વધુ વાવેતર કરવામાં આવ્યું છે.