પ્રાંતિજ ના પાડાની પોળમા રહેતા દિલીપભાઇ જયંતિભાઇ શાહ કે જેવો નુ બે માળ નુ મકાન આવેલ છે જેમા બીજા માળે આવેલ ધાબા ની છત્ત બપોર ના ચાર કલાક ની આસપાસ ધરાશાયી થતા મકાન ના બીજા માળ ને પાર કરી કાળમાળ નીચે આવ્યો હતો જેમા મકાન માલિક દિલીપભાઇ જયંતિભાઇ શાહ ઉપર પડયો હતો તો તેમના પત્નીએ બુમાબુમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને તેવો ને બહાર કાઢવામા આવ્યા હતા તો દોડી આવેલ લોકો દ્રારા ૧૦૮ ને ફોન કરતા તાત્કાલિક ૧૦૮ ધટના સ્થળે દોડી આવી હતી તો ઇજાગ્રસ્ત દિલીપભાઇ જયંતિભાઇ શાહ ને માથાના ભાગે તથા શરીરે ઈજાઓ પહોચતા તેવોને ૧૦૮ મારફતે સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામા આવ્યા હતા
ઉમંગરાવલ સાબરકાંઠા