ચોમાસામાં વરસાદ વરસી એટલે પર્યાવરણના પ્રેમીઓને વૃક્ષોનું વાવેતર કરવાનો આનંદ આવતો હોય છે પ્રકૃતિ પ્રેમીઓને વૃક્ષોનું ઉછેર કરવાનું ખૂબ પસંદ હોય છે એટલે કેટલાક વિસ્તારોમાં હરિયાળી વિસ્તરતી જોવા મળી રહી છે તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ પ્રકૃતિ સાથે આવું જ પ્રેમ ધરાવે છે. ઘડી ગામ 1962 વર્ષમાં પંચાયત હસ્તક આવી ત્યારથી જ ગૌચરમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી. આ ગામની ભાગોળે પહોંચતા જ એમ લાગે કે જાણે કે પ્રકૃતિ સૌંદર્યનો એક ટુકડો કુદરતી જાણે અહીં વેરી દીધો છે. લીલાછમ વૃક્ષોની હરિયાળી ધરાવતું આ ગામ પ્રાંતિજ તાલુકાનું ઘડી ગામ છે અહીં ગામમાં પ્રવેશતા જ ગામની તરફ વૃક્ષો જોવા મળે છે અહીં લાંબા જાંબુ થી લઈને અરડુશા અને નીલગીરી જેવા વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે ઘડી ગામ ના પર્યાવરણ પ્રેમીઓ ચોમાસા દરમિયાન પાંચ હજાર થી વધુ વૃક્ષોનું વાવણી કરવામાં આવે છે. જેથી ગામનું પર્યાવરણના પ્રેમીનું જતન કરી શકાય છે સાથે જ આ વૃક્ષનું ગામના વિકાસને પણ મદદરૂપ થઈ રહ્યા છે કારણકે અહીં ફળની આવક ઉપરાંત નીલગીરી અને અરડુશા જેવા વૃક્ષોને વેચાણ કરીને આવ પંચાયતને મળે છે જેનાથી પંચાયતને વિકાસ માટે આવક મળી રહે છે.
ઉમંગરાવલ સાબરકાંઠા