પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં પછાત એરિયાના સિધાડા ગામમાં આશ્રય ફાઉન્ડેશન અને SBI ફાઉન્ડેશન ના સહયોગથી વિના મુલ્ય ઓર્થોપેડિક સ્પેસલ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો જેમાં રાધનપુર આસ્થા હોસ્પિટલના ડૉ. ભગીરથ કેલા અને તેમની ટીમ દ્વારા 233 લાભાર્થીઑનું ચેકઅપ કરીને દવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ મેહબૂબ ભાઈ અને અન્ય મહાનુભોવોની ઉપસ્થિતિમાં હાડકાના દર્દીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું ઘર આંગણે લોકો ને ફીમા સારવાર મળી રહતા ખુશી વ્યક્ત કરી હતી હાટકાના રોગથી પીડિત દર્દીઓએ મોટી સંખ્યામાં દર્દીઓ પોતાની સારવાર કરવા માટે પહોંચ્યા હતા અને સંસ્થાઓનો તેમજ ડોક્ટરનો આભાર માન્યો હતો