રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા આયોજિત ધર્મચેતનાના જ્યોતિર્ધર અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર એવા પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. તા.17 થી 24 જાન્યુઆરી સુધી સંપૂર્ણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવેલ છે. યજમાન મોકરીયા પરીવાર દ્વારા આયોજિત થયેલ આ ભાગવત કથા એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે. રાજકોટમાં રેસકોર્સ ના આંગણે 17 તારીખથી આરંભ થઇ રહેલ આ ઉત્સવ સ્વરૂપ કથાનું રસપાન કરવાનો અમુલ્ય લાભ વધુને વધુ વૈષ્ણવ ભક્તો લે અને 25000 લોકો બેસીને કથા શ્રવણ કરી શકે તે માટે આશરે સવા લાખ સ્ક્વેર ફટ નો વિશાળ જર્મન ડોમ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય ભાઈ શ્રી ની વ્યાસપીઠનું સંપૂર્ણ સ્ટેજ ડેકોરેશન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી કરાતુ હોય શ્રી રામમંદિરનું અદભુત આબેહુબ મોડેલ તૈયાર કરવામાં આવશે, જે સમગ્ર કથા મંડપનું કેન્દ્ર બની રહેશે.