પાટણ જિલ્લાની સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે ઈકો ટુરીઝમ સેંન્ટર બનાવવા માટે ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકની સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (B.A.D.P.) યોજના હેઠળ પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટર (કેમ્પ સાઈટ) તૈયાર કરવામાં આવેલ છે. જેને ડેઝર્ટ સફારી & ડેસ્ટીનેશન ડેવલપમેન્ટ ફોર ટુરીઝમ એક્ટીવીટીઝ તરીકે ઓળખવામા આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી બળવંતસિહ રાજપૂત વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા ઈકો ટુરીઝમ સેન્ટરના સ્થળ ઉપર પાર્કિંગ, રીસેપ્શન, ડાઈનીંગ એરીયા, બાળકો માટે રમવાના સાધનો, ગાર્ડન એરીયા, ગઝેબો-૨, સિંગલ કોટેઝ-૪, ડબલ કોટેઝ-૨, ૧૦ બેડની વ્યવસ્થા વાળી ડોરમેટ્રી-૧ જેવી પ્રવાસીઓને રહેવા માટેની વિવિધ સુવિધાઓ બનાવવામા આવેલ છે. આ ઈકો ટુરીઝમ સેન્ટરથી ઘુડખર અભ્યારણ વિસ્તાર અડીને આવેલ હોવાથી અભ્યારણમા વસતા વન્યપ્રાણીઓ જેવાકે ઘુડખર, ઝરખ, નીલગાય, ચિંકારા, શીયાળ, શાહુડી, જેવા પ્રાણીઓ નિહાળવાનો પ્રવાસીઓને લાહ્વો મળશે. પ્રવાસીઓની મુલાકાત થકી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી થવાથી સરહદી વિસ્તારને વેગ મળશે કેમ્પસમા તેમજ આજુબાજુમા અંદાજે ૨૮૦૦ જેટલા દેશીકુળના વૃક્ષોનુ વાવેતર સુકા વિસ્તારને હરીયાળો બનાવવા માટે વનવિભાગ દ્રારા કરવામા આવેલ છે.