રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં હવેના નાણાંકીય વર્ષમાં હાથ પર લેવામાં આવનાર જુદા જુદા બીજના આયોજનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પણ તેમાં સાંઢીયા પુલનો પ્રોજેકટ કરી ઘોંચમાં પડયો છે. ત્યારે જામનગર રોડથી રાજકોટમાં -વેશ માટે મહત્વના એવા સાંઢીયા પુલની હાલત મામલે અનેક ચર્ચાઓ થયા બાદ રેલવે તંત્રએ આ પુલને ભારે વાહનો ચલાવવા માટે પૂરતો સલામત નહીં હોવાનો અભિપ્રા ય આપ્યો હતો. તે બાદ આ પુલ મોટા વાહનો માટે બંધ કરીને મોટર જેવા વાહનો ચાલી શકે તે જ રીતે ચાલુ રાખવામાં આવ્યો છે. રોડની બંને તરફ એંગલ ફીટ કરવામાં આવ્યા છે. દરમ્યાન એક વખત તૈયાર થયેલી ફોરલેન બ્રીજની ડિઝાઇનમાં રેલવેએ સુધારા સુચવ્યા હતા. રેલવેના ભાગમાં આવતા પોર્સેનનો ખર્ચ પણ આપવા ઇન્કાર કર્યો હતો. ડિઝાઇનમાં સુધારો કરીને આટલું કામ ઘટાડી, ખર્ચ બાદ કર્યાનો જવાબ આપ્યો હતો. આ દરમ્યાન ડાયવર્ઝન અને સાઇડના રોડના કામ મનપાએ કર્યા હતા. હવે છેલ્લે નકકી થયેલી ડિઝાઇન પર સ્થાનિક કક્ષાએ મંજૂરીની મ્હોર મારવામાં આવી છે.રેલવેના પાટા ઉપર રેલ તંત્ર કહે એ -કારનું કામ કરવાનું છે. આ જગ્યા સંપૂર્ણપણે રેલવેની માલિકીની હોય છે. પરંતુ ખ ડ રેલવેએ ખર્ચ આપવા ના પાડી હોય, વધુ એક વખત મનપાએ આ પાંચ કરોડના ખર્ચમાં હિસ્સો આપવા ધ્યાન દોર્યુ છે હતું. તેમજ સાંઢીયા પુલ પ્રોજેકટમાં કંઇક માઠી જ હોય તેવો ઘાટ ફરી ઉભો થયો છે. માંડ કરીને ટેન્ડર સુધી પહોંચેલ પ્રક્રિયા ફરી ટલ્લે ચડી છે. જેમાં રેલતંત્ર દ્વારા મનપા પાસે વધુ રૂા. ૧.પ૮ કરોડ માંગવામાં આવ્યા છે. ઉપરથી આ રકમ કર્યા ખર્ચ માટે આપવાના તે અંગે રેલ તંત્ર દ્વારા ફોડ પાડવામાં આવ્યો પણ નથી. આ અંગે ઇન્સ્પેકશન ચાર્જ, સુપરવિઝન ચાર્જ, લેવી કે અન્ય કયાં ચાર્જ પેટે દોઢ કરોડ આપવાના ? મનપાએ પત્ર પાઠવી ખુલાસો માંગ્યો છે. પત્ર પાઠવ્યો તેને ૧૦ દિવસ વીતી ગયા હજુ હોવા છતાં સુધી સ્થાનિક કે ઉપરથી રેલવે તંત્રએ કોઇ જવાબ આપ્યો નથી. જો એકાદ બે દિવસમાં પ્રત્યુતર ન આવે તો ફરી રિમાઇન્ડર લેટર અપાશે તેમજ મનપા-રેલવે વચ્ચે મિટિંગ યોજવા વિચારણા થઇ રહી છે. આ પ્રક્રિયામાં જો બધું સમુ સુતરું પાર પડે તો જ દિવાળી સુધીમાં ટેન્ડર ફાઇનલ થઇ શકે તેવી સ્થિતિ થઇ છે. તેમજ છેલ્લા સાત-સાત મહિનાથી પ્રોજેકટ પ્લાનિંગ અને ડિઝાઇનિંગના તબક્કે જ લટકે છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટયા બાદ રાજ્ય લેવલે જર્જરિત અને ભયગ્રસ્ત બ્રિજ નવા બનાવવા કાર્યવાહી હાથ ધરાઇ તે અંતર્ગત રાજકોટમાં આ બ્રિજ નવો બનાવવા પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ સાથે આ તકેદારીના ભાગરૂપે અંદાજે ૫૦ વર્ષ જૂનો સાંઢીયા પુલ ભયગ્રસ્ત બન્યો હોય ભારે વાહનો માટે પુલ ઉપર પ્રવેશબંધી લાગુ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે.