દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં આજે હુસેની ચોકમાં સ્વ.ઉર્વશીબેન એસ. સવાણીનાં સ્મરણાર્થે ભીખુભાઈ બી. અસ્વાર પરિવાર દ્વારા રકતદાન કેમ્પ,સર્વરોગ નિદાન કેમ્પ અને વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ રોગોના નિષ્ણાત અને નામાંકીત ડોકટરોએ સેવા આપી હતી. તેમજ રેફરલ હોસ્પિટલ ખંભાળિયાની બ્લડબેંકનો રકતદાન કેમ્પ પણ હતો જેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્ર થયું હતું. આં નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને દવા પણ વિતરણ કરવામાં આવી હતી.આં કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.તેમજ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ થાય અને પર્યાવરણને લાભ થાય એ માટે રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું હતું.
રિપોર્ટિંગ. આનંદ લાલ સલાયા