રાજકોટ પંથકમાં હત્યાની વધુ એક ઘટના બની છે. સરધાર ગામના પુર્વ ઉપ સરપંચની તેમની જ વાડીમાં ક્રુર હત્યા થઇ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટના બાદ વાડીમાં કામ કરતો રાજસ્થાની મજૂર ગાયબ હોવાથી તેના પર શંકા જતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. પુર્વ ઉપ સરપંચની લાશ તેમની વાડીમાં ખાટલા પર પડેલી હતી. જ્યારે ત્રિકમ તેમની છાતીમાં ખૂંપેલુ હતું. સવારે મિત્ર વાડીએ આટો મારવા આવતાં ઘટનાની જાણ થઇ હતી. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ, એએસઆઇ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
સરધારના પૂર્વ સરપંચ હરેશ સાવલિયાની ત્રિકમના ઘા ઝીંકી હત્યા: આજીડેમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -