માણાવદરના સરદારગઢ ગામે રહેતાં નાનજીભાઇ પુંજાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૬) ગામમાં આવેલી બાલાભાઇની વાડીએ ગુંદાના ઝાડ પર ચડી ગુંદા તોડતા હતાં ત્યારે અકસ્માતે પગ લપસતાં પટકાતાં ગંભીર ઇજા થતાં માણાવદર, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.કડીયા કામની મજૂરી કરતાં નાનજીભાઇ આટો મારવા નીકળ્યા હોવાથી ઓળખીતાની વાડીએ ગુંદા તોડવા જતાં આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માણાવદર પોલીસને જાણ કરી હતી.