તા.૦૨/૦૫/૨૫ ને શુક્રવાર ના રોજ સરગમ ચિલ્ડ્રન કલબના તમામ સભ્યો માટે કુવાડવા રોડ ઉપર ક્રિષ્ના વોટર પાર્કમાં પિકનિક નું આયોજન કરવામાં આવેલ આ વોટર પાર્કમાં બાળકો એ ૭ જેટલી રાઈડ માં મજા માણેલ ક્રિષ્ના વોટર પાર્કના માલિક હરિભાઈ પટેલ સહકાર આપેલ સરગમ લેડીઝ ક્લબ ના તમામ કમિટી મેમ્બર તેમજ અનીલજ્ઞાન મંદિર નાં શિક્ષકો અને જેન્ટ્સ કલબના કમિટી મેમ્બર થઈને ૯૫ જેટલા એ વ્યવસ્થા સંભાળેલ
વોટર પાર્ક પિકનિક ની સફળતા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચેતનાબેન સવજાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા,જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, નીતાબેન પરસાણા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, રમેશભાઈ અકબરી, સુરેશભાઈ દ્રેત્રોજા વગેરે એ જહેમત ઉઠાવી છે.
આગામી કાર્યક્રમ:-
સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે જાદુગર મંગલ શો યોજાશે. તા. ૨૫/૦૫/૨૫ ને રવિવાર ના રોજ સરગમ ચિલ્ડ્રન ક્લબના સભ્ય નં. – ૧ થી ૮૦૦ સુધી ના બાળકો માટે જાદુગર મંગલ શો યોજાશે. સમય સવાર ના ૧૦/૦૦ થી ૧૨/૩૦ સુધી હેમુગઢવી હોલ માં જાદુગર મંગલ શો રાખેલ છે. તથા ચિલ્ડ્રન ક્લબ ના સભ્ય નં.- ૮૦૧ થી ૧૬૦૦ સુધી ના બાળકો ને તા. ૨૬/૦૫/૨૫ ને સોમવાર ના રોજ સવાર ના ૧૦/૦૦ થી ૧૨/૩૦ સુધી જાદુગર મંગલ શો યોજાશે. અને ચિલ્ડ્રન ક્લબના સભ્ય નં.- ૧૬૦૧ થી ૨૪૫૦ સુધી ના બાળકો ને તા. ૨૭/૦૫/૨૫ ને મંગળવાર ના રોજ સવાર ના ૧૦/૦૦ થી ૧૨/૩૦ સુધી જાદુગર મંગલ શો રાખેલ છે. તમામ ચિલ્ડ્રન ક્લબના સભ્યો એ આઈકાર્ડ સાથે લઈને આવવું ફરજીયાત રહેશે. આઈકાર્ડ વગર કોઈપણ સભ્યોને પ્રવેશ મળશે નહી જેની નોંધ લેવી. જે સભ્યો ને જે ગ્રુપમાં વારો હોય તે જ ગ્રુપમાં આવવાનું રહેશે. જો કોઈ બાળકો ને ગેસ્ટ તરીકે આવવાનું હોય તો ૧૦૦/- રૂપિયા ચાર્જ ભરીને આવવાનું રહેશે. વાલીઓ એ સમયસર તેડી અને મૂકી જવાના રહેશે.
આગામી કાર્યક્રમ : “ફનવર્લ્ડ”
ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે તા. ૧૫/૦૬/૨૫ ને રવિવાર સભ્ય નં.- ૧ થી ૧૨૦૦ સુધી માટે રોજ સવારે ૮/૩૦ થી ૧૦/૩૦ સુધી રહેશે. તથા તા. ૨૨/૦૬/૨૫ ને રવિવાર ના સભ્ય નં.- ૧૨૦૧ થી ૨૪૫૦ સુધી માટે સવાર ના ૮/૩૦ થી ૧૦/૩૦ સુધી રહેશે. તમામ વાલીઓને વિનંતી કે બાળકોને સવારે ૮/૧૫ કલાકે મૂકી જાય અને ૧૦/૩૦ કલાકે ફન વર્લ્ડ થી લઈ જાય. જો કોઈ પણ બાળક ને ગેસ્ટ તરીકે આવું હોય તો ૧૦૦/- રૂપિયા ભરીને આવવાનું રહેશે. જે દિવસે જેનો વારો હોય તે જ દિવસે આવવાનું રહેશે. આઈકાર્ડ વગર પ્રવેશ મળશે નહી. જેની નોંધ લેવી.