[ad_1]
જામનગરએક કલાક પહેલા
કૉપી લિંક
ગુજરાત બોર્ડ દ્વારા ધો. 8ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી શિષ્યવૃત્તિની પરીક્ષામાં જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 25 જેટલા વિદ્યાર્થીઓ મેરીટ લિસ્ટમાં સામેલ થઇ જામનગરનું ગૌરવ વધાર્યું છે અને આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8માં અભ્યાસ કરતાં બાળકોને આગળ ભણવા માટે શિષ્યવૃત્તિ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. જે એનએમએમએસની પરીક્ષા તરીકે ઓળખાય છે. જે પરીક્ષામાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 25 વિદ્યાર્થીઓનો ક્રમાંક મેરિટ લિસ્ટમાં સામેલ થયો છે. બાળકોને આગામી ચાર વર્ષ માટે વાર્ષિક રૂા. 48000ની રકમ શિષ્યવૃત્તિની રકમ તરીકે મળવાપાત્ર થશે. જે જામનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની બાબત છે. ભૂતકાળમાં આ પરીક્ષામાં 5થી 8ના વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.
આ પરીક્ષાની તૈયારીના ભાગ તરીકે સમિતિના શિક્ષકો અને આચાર્ય સાથે મળીને વિદ્યાર્થીઓની મોકટેસ્ટ લેવામાં આવી હતી. તેમજ ઓનલાઇન વિદ્યાર્થી પરીક્ષા આપીને પોતે જ પોતાના માર્કસ જોઇ શકે તેવી પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરુપે 25 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સ્થાન મળતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હર્ષ આનંદનું વાતાવરણ જોવા મળેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા તથા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે સૌ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link