સમસ્ત વાણંદ સમાજ ગોંડલ તેમજ શ્રી સેન મહારાજ સોશ્યલ ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય ને તાલુકા નો છઠ્ઠો સરસ્વતી સન્માન સમારોહ ટાઉન હોલ માંડવી ચોક ગોંડલ ખાતે યોજાયો ધોરણ 4 થી કોલેજ કક્ષા સુધીના તેજસ્વી તારલાઓને સન્માન તેમજ શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા વિશેષ કાર્યક્રમમાં એક નવી પહેલ તરીકે ગુજરાતી ટેલી ફિલ્મ “સુકન્યા એજ સમૃદ્ધિ” નો ભવ્ય પ્રીમિયર શો બતાવવામાં આવ્યો હતો જે એક સોનેરી પુષ્ટની ઐતિહાસિક શરૂઆત બની રહે અને સમાજમાં વ્હાલી દીકરી ભવિષ્ય ઉજાગર બની રહે તે હેતુસર બતાવવામાં આવી હતી. તેમજ આ ફિલ્મના સ્ટારકાસ્ટનું વાણંદ સમાજ ગોંડલ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં બહોળી સંખ્યામા વાણંદ સમાજ હાજર રહયો હતો આ કાર્યક્રમ મા જુદા જુદા શહેરોમાંથી પ્રમુખો સમાજ દાતાઓ, બાળકો માતાઓ વડીલો રાજકીય આગેવાનો હાજર રહયા હતા તેમજ તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગોંડલ વાણંદ સમાજ સમસ્ત વાણંદ મહિલા મંડળ સેનમહારાજ સોશ્યલ ગ્રુપ ક્ષશોર ધંધાદાર સમિતિ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યકર્મમાં દીપ પ્રાગટ્ય, શબ્દો થી સ્વાગત જ્ઞાતિ મંડળનો પરિચય પ્રાસગિક ઉંધબોધન, શિલ્ડ વિતરણ જેવા અનેક કાર્યક્રમ યોજાયા હતા ધનલક્ષ્મી સુકન્યા સમૃદ્ધિ યોજનાના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા મુખ્ય વક્તા તેજસભાઈ શિશાગિયા અમૃતા બગથરીયા તેમજ સુનિલભાઈ સુરાણી એ પોતાના વક્તવ્ય રજુ કર્યા હતા ગોંડલ વાણંદ સમાજ કમિટી ના ભાઈઓ ને બહેનો એ તમામ વ્યવસ્થા લોકો ની જાળવી હતી આ કાર્યક્રમ મા ગોંડલ ભાજપ યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,સાવનભાઈ ધડુક,રાજેન્દ્રસિંહ જાડેજા,ગૌતમભાઈ સિઘવ,સંજયભાઈ જોટગીયા ડો. તુષાર ભટ્ટી તેમજ વાણંદ સમાજ ના પત્રકારો મહેશભાઈ રાઠોડ, રમેશભાઈ સુરાણી, નામી સમાજ આગેવાનો હાજર રહયા હતા ને આવેલા તમામ મહેમાનો નું વાણંદ સમાજ ગોંડલ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ગોંડલ વાણંદ સમાજ પ્રમુખ સંજયભાઈ બગથરીયા દ્વારા આભારવિધિ કરેલ હતી ને ગોંડલ વાણંદ સમાજ દ્વારા ભોજન વ્યવસ્થા પણ કરેલ હતી સમસ્ત આયોજન મા ગોંડલ વાણંદ સમાજ ના નાના થી લઈને મોટા કાર્યકરે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ -કમલેશ રાવરાણી