સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી વનડે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આગેવાનો આજે સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 24ના મંગળવારના રોજ સહિયરના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે બાય બાય નવરાત્રીના એક દિવસીય આયોજનમાં જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ગરબા રમશે અને ખેલેયાઓને લાખેણા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.