હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ અને સતત 2 દિવસથી ગોંડલમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા ગોંડલ આશાપુરા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. આશાપુરા ડેમ ઓવર ફલો થતા સેતુબંધ ડેમ અને ગોંડલી નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થવા પામી હતી.ગોંડલ માં પણ ગઈકાલે 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો આજ બપોર બાદ વધુ 2 ઈંચ વરસાદ પડ્યો હતો આશાપુરા ડેમ ઓવરફ્લો થતા ગોંડલ વાસીઓ માં ખુશી ની લાગણી છવાઈ જવા પામી હતી.