રાજકોટના નિવૃત્ત શિક્ષિકા દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે. જેમાં નિવૃત્ત શિક્ષિકા દ્વારા આરોપ લગાવ્યો કે સગાઓએ મિલકત પડાવી લીધી છે. કરોડોના પ્લોટ, પૈસા સહિતની સ્થાવર જંગમ મિલકત નાના જમાઈ, ભત્રીજા અને ભાણેજ દ્વારા પડાવી લીધાની ફરિયાદ કરવામાં આવી છે. નિવૃત્ત શિક્ષિકા સરિતા બેન મકવાણાના પતિ ઈન્કમટેકસ વિભાગમાં કામ કરતા હતા. ઈચ્છા મૃત્યુની માંગણી કરનાર સરિતા બેન મકવાણાનાં સગાઓ દ્વારા તેની મિલકત કબ્જે લેવામાં આવ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. મિલકત પરત નહી મળે તો ઈચ્છા મૃત્યુ દ્વારા જીવ દેવાની વાત કરી છે.