ભારતીય સવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવારને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને સિયાળુ સત્ર દરમ્યાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ, રાજકોટ જિલ્લા C.P.I.M. તેમજ ઉપલેટા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપી તમામ સાંસદોને ફરી તેમના પદ ઉપર નિમણૂક આપવા અને ચૂંટણી પંચના નિમણુંકમાં ફેરફાર પાછા ખેંચવા આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી