પવિત્ર શ્રાવણ માસમાં રાજકોટમાં ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી અને મહંત સ્વામીની પ્રેરણાથી શિવ પૂજા નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના 150 જેટલા શિવ મંદિરોમાં શ્રાવણ મહિનામાં વિધિવત શિવ પૂજા થાય એવા પવિત્ર હેતુથી તમામ શિવ મંદિરોમાં શિવ પૂજા માટે બિલ્વપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિક પૂજાપાની સામગ્રી અર્પણ કરાવવામાં આવી હતી. તેમજ શિવ મંદિરોના પૂજારીશ્રીઓનું પણ સાલ ઓઢાડીને પ્રસાદ અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ ગુરુકુલના સંતો અને યુવાન સ્વયમ સેવકો એ આ કાર્યનો પ્રારંભ પંચનાથ મહાદેવ મંદિરથી કર્યો હતો. જેમાં ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ માકડ ઉપસ્થિત રહ્યા હતા.