પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં ગણેશ નૌરાત્ર પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણપતિનાં આશીર્વાદ નાના ભૂલકાઓને મળે અને શાળાએ જતી આવતી પેઢીમાં ધર્મ, આધ્યાત્મ અને પર્યાવરણ પ્રેમનું સિંચન કરવા માટે વિશેષ આયોજન રૂપે પાર્થિવ ગણેશ નિર્માણ અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 8 સ્થાનિક શાળાઓ જોડાઈ હતી.પર્યાવરણ પ્રેમ હમેશા સનાતન ધર્મના મૂળમાં રહ્યો છે. ત્યારે શાળાના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે. તેઓ ઇકોફ્રેન્ડલી પૂજન કરે તેના માટે ટ્રસ્ટ દ્વારા પ્રેરણાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વૃક્ષોના મીઠા છાયામાં બાળકોને માટી,પાણી, કાર્ડબોર્ડ, સહિતની તમામ વ્યવસ્થાઓ આપવામાં આવી હતી. 8 શાળાઓના નાના બાળકોએ શુદ્ધ ભાવનાથી ભગવાન ગણપતિની સુંદર મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. બાળકોને સોમનાથ મંદિરમાં સંકીર્તન ભવન ખાતે માટીના ગણેશજીનું કેળના પત્તાથી બનેલ પાત્ર અને પૂજા સામગ્રી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. મંદીરના પુજારિશ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર બાળકોને ગણેશજીની પૂજા કરાવવામાં આવી હતી. જેમાં શિક્ષકો પણ બાળકો સાથે જોડાયા હતા.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ