આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદીરનો પ્રણા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર ચે. જેના ભાગરૂપે દેશના વિવિધ વિસ્તારમાં અયોધ્યાથી પૂજન થયેલ અક્ષત કળશ યાત્રાની પધરામણી થઇ રહી છે. ત્યારે આ કળશ યાત્રા રાજકોટના શ્રી સદગુરુ વાટિકાના આંગણે સદગુરુ વાટિકા પરિવાર દ્વારા અયોધ્યાથી પૂજન થયેલ “અક્ષત કળશ યાત્રા”ની ભવ્ય પધરામણી થઈ હતી. જેને લઇને વિસ્તારમાં ઉત્સાહનો મોહાલ છવાયો હતો.