34 C
Ahmedabad
Friday, May 23, 2025
spot_imgspot_imgspot_img

શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત સરસ્વતી વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ સંપન્ન.


શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ભાર્ગવ પઢીયારના અધ્યક્ષ સ્થાને સરસ્વતિ વંદના વિદ્યાર્થી સત્કાર સમારોહ ૨૦૨૩ માં ૩૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક વિદ્યાર્થીઓને શ્રી રજપૂત યુથ ફાઉનડેશન ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો, સ્કુલ બેગ, વોટર બેગ, પેન સેટ તથા પેન્સિલ કીટ ગીફટમાં આપવામાં આવેલ હતી. મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા તથા સમારોહના અંતે વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને મહેમાનોએ સ્વરૂચી ભોજન સાથે લીધેલ હતું. આ સુંદર કાર્યક્રમમાં સમાજની દિકરીઓ દ્રારા દીપ પ્રાગટય કરી અને રાષ્ટ્રગીત થી શુભ શરૂઆત કરવામાં આવી હતી.અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તેમા ડો. હેમાંગ વસાવડા, ડો. મહેશભાઇ રાજપૂત, મહેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ રાઠોડ, ભલાભાઇ ચૌહાણ, અનીલભાઇ લીંબડ, દિપકભાઇ ભટ્ટી, મનભા મોરી સહિતના મહેમાનો ઉપસ્થિત રહયા હતા શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત સરસ્વતિ વંદના વિદ્યાર્થી સત્કાર સમારંભ-૨૦૨૩ના આ કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઇ ડોડીયા, વિજયસિંહ ચૌહાણ, વિરલ રાઠોડ, ગૌરવ ચૌહાણ, વિપુલ ચૌહાણ, મિલન પરમાર, સંજયભાઈ ચૌહાણ, શૈલેષભાઇ જાદવ, મહેશભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ જાદવ, પ્રવિણભાઇ ભટ્ટી, બકુલભાઇ મારૂ, રૂપલબેન રાઠોડ, લતાબેન ડોડીયા, જાગૃતિબેન વિપુલભાઇ ચૌહાણ, ગીતાબેન ચૌહાણ તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -