મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્રજીની જન્મસ્થળી અયોધ્યા નગરીમાં ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં દિવ્ય ઉત્સવો ઉજવાયા હતા. જેમાં પ્રભુનો કેસરી ઘટાનો મનોરથ સાથ પુજીત સુવર્ણ અક્ષત કલશની શોભાયાત્રા તેમજ પૂજન અર્ચનો લાભ સેંકડો ભાવિકોએ લીધો હતો. આ સાથે જ સોમવારે સાંજે શ્રી પ્રભુએ રત્ન જટિત બંગલામાં બિરાજી દેવીયાતી દિવ્ય દીપમાલિકાનો મનોરથ અંગીકાર કર્યો. જેમાં ૨૧૦૦ દીપ પ્રજ્વલિત કરાયા હતા. તેમજ આતશબાજી, દીપદાન – દીપોત્સવ ના દર્શન કરી વૈષ્ણવો ભાવવિભોર બન્યા હતા.ઉલ્લેખનીય છે કે શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીએ રાજકોટની અતિ પ્રાચીન હવેલી છે. જેનો ઇતિહાસ રાજકોટ શહેરની સ્થાપના સાથે સંલગ્ન છે.
શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં દ્વિદિવસિય ઉત્સવ ઉજવાયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -