શહેરમાં કાર્યરત ક્ષત્રીય સમાજની મુઠી ઉંચેરી સંસ્થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા આગામી ૪૯મો વિદ્યાસત્કાર સમારોહ રવિવારે યોજવામાં આવ્યો હતો આ સમારોહના અધ્યક્ષપદે મહારાજકુમાર શ્રી લક્ષ્યરાજસિંહ મેવાડ ઓફ ઉદયપુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ક્ષત્રીય સમાજના મહાનુભાવો ધારાસભ્યો સહીતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
સંસ્થાના પ્રમુખ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટની રાહબરી હેઠળ કાર્યરત સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ક્ષત્રીય પરીવારોના શૈક્ષણીક ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ હાંસલ કરનાર ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારંભના અધ્યક્ષ તરીકે હિન્દુત્વની અખંડ જયોતના વંશજ મહારાજ કુમાર શ્રી લક્ષ્યરાજસિંહજી ઓફ મેવાડ ઉપસ્થિત રહ્યા હતા અને વિધ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સૌરાષટ્ર-કચ્છના ક્ષત્રીય પરીવારોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો કાર્યક્રમમાં વાંકાનેર રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ગુજરાતના પુર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, ક્ષત્રીય સમાજના ધારાસભ્યો રાપરના વિરેન્દ્રસિંહજી જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહજી જાડેજા, વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી વાઘેલા અને ગોંડલના ધારાસભય શ્રીમતી ગીતાબા જાડેજા, જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા રવિનદ્રસિંહજી જાડેજા તેમજ અન્ય મહાનુભાવો મહેમાન પદે હાજર રહ્યા હતા