આવતીકાલે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગના સમારોહ યોજાનાર છે. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ખોડલધામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠાવામાં આવ્યો છે. ત્યારે ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ખોડલધામ મંદિરે 700 જેટલા પોલીસ કર્મચારી ખડેપગે તૈનાત રહેશે. જેમાં 1 SP, 9 DYSP, 9 PI, 50 PSI, 330 પોલીસ, 290 હોમગાર્ડ અને GRD સહિતનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સાથે જ મંદિર પરિસરને 250 થી વધુ CCTV થી સજ્જ કરવામાં આવ્યું છે.