શ્રી કાઠી ક્ષત્રિય સમાજના આસ્થાનું કેન્દ્ર અને ઈષ્ટદેવ અને પંચાળ પ્રદેશનું પવિત્ર યાત્રાધામ કુદરતી વાતાવરણ વચ્ચે શોભાયમાન એવા શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે 15 મી ઓગસ્ટ નિમિતે 77 માં સ્વતંત્રતા દિવસની વૃક્ષારોપણ કરીને યુવાનોએ અનોખી રીતે ઉજવણી કરી હતી આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને whatsapp ડાયરો ગ્રુપ દ્વારા તમામ યુવાન ભાઈઓએ સ્વેચ્છાએ 15 મી ઓગસ્ટના દિવસે વૃક્ષારોપણ કરવું તેવું આયોજન કરીને શ્રી નવા સુરજદેવળ મંદિર પાછળ તળાવ આજુબાજુ ખુલ્લા મેદાનમાં 1500 જેટલા વૃક્ષો વાવીને સ્વતંત્રતા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી અને ચોમાસાની ઋતુમાં આપણા સૌએ કુદરતનું ઋણ ચૂકવવા દરેક જગ્યાએ વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેવી ડાયરો ગ્રુપ દ્વારા સૌને અપીલ કરી હતી .
રિપોર્ટર મુકેશ ખખ્ખર