અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શ્રી ઉમિયા મહિલા સંગઠન મોડાસા દ્વારા આયોજિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમિયા સત્સંગ મંડળ દ્વારા અરવલ્લીના મોડાસાના 20 ગામના કડવા પાટીદારના સત્સંગ મંડળોને ઉમિયા માતાજી નો ભક્તિભાવ વધે અને નવી પેઢીમાં સંસ્કારોનું સિંચનની સાથે પરિવાર સાથે સમાજનું જોડાણ થાય તે હેતુસર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 5001 મહિલા સત્સંગ મંડળ સ્થાપનાના લક્ષ્યાંક સામે હાલ 2000 ની સ્થાપના કરવામાં આવી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ચાલતી સંસ્થાની ધાર્મિક, શૈક્ષણિક, લોક ઉપયોગી વિવિધ યોજનાઓ પ્રવૃત્તિઓ અને સામાજિક સત્સંગ અને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા થકી whatsapp, facebook, instagram વગેરે માધ્યમો દ્વારા ઉમિયા માતાજીના ફોટા ,ગરબા, પ્રાર્થના સ્તુતિ જીવનમાં ઉપયોગ કરીને ઉમિયા માતાજીના ભક્તિ ભાવથી પ્રચાર પ્રસાર કરવા માટે આહવાન કર્યું હતું.