એક બાજુ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મોહોત્સવ યોજવાનો છે જેને લઈને ભારતભરમાં આનંદ અને ઉત્સાહ નો માહોલ છે ત્યારે તે માહોલ વચ્ચે કેટલાક પક્ષના નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ અને બયાનબાજી કરી રહ્યા છે. આ બયાનબાજી વચ્ચે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક તથા મહાસચિવ પરમાત્માનંદ સરસ્વતીએ કરી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે 500 વર્ષના સંઘર્ષ બાદ આજે રામ લલ્લા બિરાજમાન થઇ રહ્યાં છે ત્યારે કેટલા વિઘ્નસંતોષી લોકો આ શુભ અવસરમાં પોતાની રાજનીતિ ની રોટલી શેકી રહ્યા છે.કોંગ્રેસ ઉપર આંકરા પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ની કરની અને કથનીમાં ફરક છે, વધુમાં તેઓ જણાવ્યું કે આ એ કોંગ્રેસ છે કે જેને રામસેતુ આંદોલન વખતે કોર્ટ સામે રજુ કર્યું હતું કે ભગવાનશ્રી રામ એક કાલ્પનિક પાત્ર છે અને આજે અધૂરા મંદિર ની વાત કરી લોકોમાં ભ્રમણા ફેલાવી રહી છે. કોંગ્રેસ ડબલ સ્ટેન્ડર્ડ વાત કરી રહી છે જેથી લોકો કોંગ્રેસ ની હકીકત થી વાકેફ થઇ રહ્યાં છે. હું એવુ માનું છું કે જે કોંગ્રેસ અથવા બીજા પક્ષના નેતાઓ ને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હોય તો તેઓ એ રામ મંદિર જવુ જોઈએ અને ભગવાન ના દર્શન કરવા જોઈએ.
શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ને લઈને પરમાત્માનંદ સરસ્વતીનું નિવેદન આવ્યું સામે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -