અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો નો જાણે માનવ મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ખાસ કરીને આજે શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વગયા થી જ ખોલી દેવાયા હતા. તેમજ સોમનાથ મંદિર ખાતે વહેલી સવાર થી જ લાંબી દર્શનાર્થીઓ ની કતાર જોવા મળી હતી. અને જય સોમનાથ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યુ હતુ. આ સાથે વ્હેલીસવારથી જ શિવભકતો શિવને રીજવવા બિલ્વપત્રો, ગંગાજલ, પુષ્પો, સાથે સોમનાથ મહાદેવ મંદિર ખાતે જોવા મળ્યા હતા. તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આવનાર યાત્રીકોની સુવિધામાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષાની દ્રશ્ટીએ પણ 300 જેટલા વધુ જવાનો તૈનાત કરવામાં આવેલા છે.