ગોંડલ કોલેજચોક ખાતે મહારાજા ભગવતસિંહજી વખતના પૌરાણિક શીતળા માતાજીનું મંદિર આવેલું છે. જ્યાં શીતળા માતાજીની આરાધના – પૂજા ખુબજ ભક્તિભાવથી કરવામાં આવતી હોય છે.આ જે શીતળા સાતમ નિમિતે મંદિરે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા માતાજીની પૂજા કરવામાં આવી હતી.આ દિવસે મહિલાઓ દ્વારા માતાજીને કુલેર, દહીં, દૂધ, અનાજ, શ્રીફળ સહિતની પ્રસાદી ધરવામાં આવે છે. મંદિર ખાતે મહંત બંસીદાસ મથુરાદાસ દુધરેજીયા છેલ્લા 56 વર્ષથી માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. આજે શીતળા સાતમ નિમિતે મહિલાઓ દ્વારા આગલી સાંજે ટાઢું રાંધી બીજે દિવસે થેપલા – પુરી – ઢેબરાં સહીત ના રાંધણ કરી બીજે દિવસે એકટાણું કરી આરોગતા હોઈ છે આજ ની આ શીતળા સાતમ નું અનેરું મહત્વ ધરાવતા હોઈ છે અને ખુબજ ભક્તિભાવ સાથે શ્રદ્ધા થી પૂજા અર્ચના કરવા માં આવે છે