રાજકોટમાં 27 એપ્રિલના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે. શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વજ્ઞાતિ દિકરીઓનો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં શિવાજી સેનાના કૌભાંડકારી વિક્રમ સુરાણી દ્વારા સર્વજ્ઞાતિ સમાજની 555 દીકરીઓના સમૂહ લગ્નને નામે ગરીબ લોકો સાથે કરેલ છેતરપીંડીને મામલે દીકરીના પરિવારજનોએ મીડિયા સમક્ષ આવીને તેઓની આપવીતી જણાવી હતી.સોના ચાંદીના ઘરેણા સહિત 121 ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવાની બાહેંધરી આપી હતી. 555 નવવધૂઓને આણામાં આપવામાં આવેલા સોનાના દાગીના નકલી નીકળ્યા છે.તેમજ વિક્રમ સોરાણીએ 21 આઈટમો પણ પુરી નવવધુ દીકરીને ન આપી.જે અંગે સમાજ અગ્રણી જલ્પાબેને જણાવ્યું હતું કે સાચા અને સારા માણસો ચૂપ કેમ છે? જ્યારથી શાહી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ત્યારથી જ વિક્રમ સોરાણીએ એક ધંધો ચાલુ કર્યો છે. વિક્રમ સોરાણી આ સમૂહ લગ્નનો ધંધો આજથી બંધ કરવાનું કહે તે અમારી માંગ છે.પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ વિરુધ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ