34.1 C
Ahmedabad
Saturday, May 17, 2025
spot_imgspot_imgspot_img

શિયાળામાં શરદી અને સાયનસ ના રોગોને અવગણસો નહી.દર્દી ના નાક અને સાયનસ મા પ્રસરી ગયેલ રસી અને ઇન્ફેક્શન ની દૂરબીન વડે સફળ સારવાર. દર્દી યાતના મુક્ત.


તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડૉ હિમાંશુ ઠક્કર ની હોસ્પિટલમાં એક કિસ્સો નોંધાયો જેમાં મહેન્દ્ર સોની ઉ.વર્ષ 46 રાજકોટ ના રહેવાસી છેલ્લા છ મહિના થી શરદી અને કફ ની સમસ્યા થી પરેશાન હતા અનેક સામાન્ય દવાઓ કરાવી છેલ્લા એક મહિનાથી તો એવી પરિસ્થિતિ સર્જાઈ કે તે ઓ ને માથામાં સખત દુખાવો શરૂ થઈ ગયો જે માથામાં અને ચહેરા પર જમણી બાજુ પ્રસરવા લાગ્યો અને એટલી હદે દુખાવો થતો હતો કે દર્દી એ દર બે ચાર કલાકે દુખાવા ની દવાઓ લેવી પડતી.અંતે તેઓ એ ડૉ હિમાંશુ ઠક્કર ઈ એન્ટી સર્જન નો સંપર્ક કર્યો ડૉ હિમાંશુ ઠક્કરે નાક ની દૂરબીન વડે તપાસ કરી તો માલુમ પડયું કે દર્દી ના નાક અને સાયનસ મા રસી ફેલાઈ ગયેલ MRI કરતા માલુમ પડયું હતું કે જમણી બાજુએ બધા સાયનસ રસી થી ભરાઈ ગયા હતા અને ઇન્ફેક્શન આંખ અને મગજ સુધી પહોંચી શકે તેમ હતું. ડૉ ઠક્કરે તાત્કાલીક દૂરબીન વડે ઓપરેશન કરી જેને FESS Operation કહેવાય છે નાક અને સાયનસ મા પ્રસરી ગયેલા રસી અને ઇન્ફેક્શન દુર કરી દર્દી ને નવજીવન આપ્યું હતું અને દર્દી ને ઓપરેશન પછી દુખાવો થતો બંધ થઈ ગયો અને રાહત મળી. દર્દી અને તેમના પરિવારજનો એ હ્રદય પૂર્વક ડૉ હિમાંશુ ઠક્કર નો આભાર માન્યો હતો. ડૉ ઠક્કર ના જણાવ્યા મુજબ શરદી અને સાયનસ ના રોગો ને અવગણવા ના જોઈએ કેમકે આવા કિસ્સામાં ક્યારેક ઇન્ફેક્શન આંખ અને મગજ સુધી પ્રસરી શકે અને ખૂબ જ જોખમી પુરવાર થાય છે. ડૉ ઠક્કર ના જણાવ્યા મુજબ તકેદારી ખૂબજ જરૂરી છે સામાન્ય સમસ્યા સમજી શરદી અવગણવી ના જોઈએ અને નિષ્ણાંત તબીબ ની સલાહ લેવી જોઈએ શિયાળા મા ઠંડી ને લીધે સાયનસ ની તકલીફ ખૂબજ વધી જાય છે.બહાર જતી વખતે નાક મો ને વ્યવસ્થિત રીતે કવર કરવું જોઈએ ગરમ પાણી ની વરાળ ની નાસ લેવી ઠંડા પવન થી બચવું.ભારે શરદી,કફ,માથું દુખાવો,આંખ ની પાછળ દુખાવો, નાક બંધ રહેવું, તાવ, નાક માંથી ઘટ્ટ કફ, લોહી આવવુ વી તકલીફ જણાય તો કાન નાક ગળા ના નિષ્ણાત તબીબ ની સલાહ લેવી જેથી વધારે તકલીફ થી બચી શકાય. હોસ્પિટલ નું સરનામું ડૉ ઠક્કર હોસ્પિટલ 202લાઇફ લાઇન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ. મો .9106119038


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -