સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી. જેના કારણે ખેડૂતોને હાલ તો ભારે નુકસાન જોવા મળ્યું છે. ટામેટાનો ભાવ વધે તો ખેડૂતોને પણ ફાયદો થાય તેમ છે.સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અને અહીં વિવિધ શાકભાજીનું ઉત્પાદન થાય છે, તો અહીંની શાકભાજી અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે લઇને તમામ શાકભાજી 100કે 150ને પાર પહોંચી છે. ત્યારે એક ટામેટા છે કે જેના ભાવ ગગડી પડતા ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ હાલ નીકળી શકે તેમ નથી. ટામેટાનો ભરાવો થઈ ગયો છે તો વેપારીઓને ત્યાં પણ ટામેટાનો ભરાવો થયો છે, પણ હાલ તો ટામેટા પણ કોઈ લેવા તૈયાર નથી. જેને લઈને ખેડૂતોએ કરેલો છોડનો ખર્ચ, દવા – ખાતરનો ખર્ચ અને મજૂરીનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે.એક બાજુ અન્ય શાકભાજીમાં ભારે તેજી જોવા મળી છે અને સામે ટામેટામાં ભારે મંદી જોવા મળતા ખેડૂતોને માર્કેટ સુધી લાવવાનો ખર્ચ પણ નીકળતો નથી જેને લઈને ભારે નુકસાન જોવા મળ્યું છે.
ઉમંગરાવલ સાબરકાંઠા