રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસ વડાના બંગલોની સામે રેસકોર્સના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલ રૂપિયા 1.50 લાખના આધુનિક પીટીઝેડ કેમેરાની ચોરી થયાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે, તાત્કાલિક અસરથી અહીંયા અન્ય કેમેરો લગાવી પોલીસે કેમેરા ચોરી અંગે હાલ આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી કેમેરા ચોરી અંગે તપાસ હાથ ધરવામાં છે. અહી ઉલ્લેખનીય છે કે, 24 કલાક લોકોની અવરજવર થતી હોય તેવા રેસકોર્સ રિંગ રોડ પર IAS અને IPSના બંગલો આવેલા છે. જો કે, આમ છતાં અહીંયા આગળથી સરકારી મિલકતની ચોરી થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.