રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સવારે માનસિક અસ્થિર શખ્સે આતંક મચાવ્યો હતો લોકોની સતત અવરજવર વચ્ચે આ શખ્સે લોખંડનો પાઇપ લઈ બસ સ્ટેન્ડ બહાર પિલર પર લગાવેલા લાઇટ નાખેલા પાઇપમાં તોડફોડ કરી હતી લોખંડના પાઇપના ઘા ઝીકયા પછી પણ આ પાઇપમાં કોઈ અસર નહીં થતાં પોતે રોષે ભરાયો હતો અને પાળી ઉપર ચડી પાઇપ પર લટકાઈને આ પાઇપ તોડી નાખ્યો હતો. માનસિક અસ્થિર શખસએ તોડફોડ કરતાં ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડ સહિતના દોડી આવ્યા હતા અને મહા મહેનતે તેને કાબુમાં લઈ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આ શખસને પોલીસને સોંપ્યો હતો આ બનાવનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતારી લેતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
શહેરના નાણાવટી ચોક બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં માનસિક અસ્થિર શખ્સે કરી તોડફોડ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -