વ્યાજખોરીમાં ફસાતાં રાજકોટના જંકશન પ્લોટના મોબાઇલના વેપારીએ દૂકાનમાં ઝેર પી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પાંચ સામે ગુનો નોંધાયો છે. વ્યાજખોરો એ સાંજે ધમકી આપતા યુવાનને કહ્યું હતું કે ધર્મેશ ‘હવે તારી પાસે છેલ્લા ૨૪ કલાક છે, પૈસા નહિ આપ તો મારી નાંખીશ’ એવી ધમકી આપી હતી.. ઝેર પિજનારા ભાવીન ધર્માણીએ જણાવ્યુ હતું કે આજથી ચાલીસ દિવસ પહેલા ધર્મેશ ગોસ્વામી પાસેથી મારા ભાઇબંધો વરૂણ અને મોહિતના નામે ૫૦-૫૦ હજાર તથા આકાશના નામે ૪૦ હજાર અને મારા નામે ૫૦ હજાર વ્યાજે લીધા હતાં. ડાયરી વ્યાજની આ રકમ સામે રોજના રૂા. ૧૦૦૦નો હપ્તો ભરવાનો હતો. મે આ રીતે કુલ ૧,૯૦,૦૦૦ વ્યાજે લીધા હતાં. આમ, એ પહેલા પણ બીજા લોકો પાસેથી વ્યાજે લીધા હતા. જોકે વ્યાજ ચુકવતો હતો છતાં સતત ધમકીઓ મળતી હતી જ્યારે એક શખ્સે તો કાર પણ પડાવી લીધી હતી. હાલ તો પોલીસે ધર્મેશ ગોસ્વામી, સદામ દલવાણી, કિર્તીરાજ, હરેશ પારવાણી, સલમાન વિકીયાણી સામે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે