વોર્ડ નંબર 13 ના સ્લમ એરિયામાં જેવા કે ખોડીયાર નગર આંબેડકર નગર અને ગીતા નગર જેવા સ્લમ એરિયામાં તંત્ર દ્વારા કામગીરીનો અભાવહોવાનું સામે આવ્યું હતું. જેમાં ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે ટોટલ ટેક્સ લેવામાં આવતોહોવા છતાં વાવાઝોડાબાદ સ્ટ્રીટ લાઇટો રીપેરીંગ કરવામાંઆવી નથી. તો સફાઈ વેરા પણ વસૂલવામાં આવતોહોવા છતાં સફાઈ કામકરવામાં આવટી નથી. તેમજ ગટર ઉભરાતી હોય તો સાફ કરવામાં પણ વિલંબ થતો હોયછે. આ સાથે ગટરનું પાણી બંધ કરવામાં અસફળતાઅને સફાઈ કરવામાં અસફળતામળતા ગંદકી ફેલાવાથી જો કોઈ બીમાર પડે તો જવાબદારી કોની રહેશે ?તેવા પ્રસ્નો પણ લોકોએ કર્યા હતા. તેમાંજ લોકોએ વધુમાં જણાવ્યું હતું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતનું કામ કરવામાં આવતું નથી.