વિશ્વ વિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશમાંથી લોકો આવતા હોય ત્યારે વેરાવળ રેલવે સ્ટેશનમાં અપુરતી સુવિધાને લઈને સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્યામભાઈ નાથાણીની આગેવાનીમાં જીતેન્દ્રભાઈ મહેતા સહિતના આગેવાનોએ મુખ્ય રેલવે માસ્તર તેમજ એક કોપી રેલવે યાત્રી કન્સલન્ટ કમિટીના મુકેશભાઈ ચોલેરા, હસુભાઈ કાનાબાર, આરીફભાઈ મોલાનાને મોકલી આવેદનપત્રથી જણાવેલ કે હાલ રેલ્વે યાત્રીમાં મોટાભાગે સિનિયર સિટીઝન તેમજ મહિલાઓ તેમજ દવાખાને જતા દર્દીઓનો સમાવેશ થતો હોય ત્યારે વેરાવળ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખુબજ લાંબુ હોય અને પ્રથમ મેઈન ગેટ પાસે બે ગેટ હોય ત્યારે ત્રીજો એક્ઝિટ ગેટ શરૂ કરવામાં આવે તેમજ લિફ્ટની અગવડતા હોય લાંબા પ્લેટફોર્મ ના હિસાબે તુરંતમાં એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તુરંત માં હાઇડ્રોલિક સીડીની સુવિધા આપવામાં આવે તો સિનિયર સિટીઝન યાત્રીઓને સરળતા રહે આ સાથે હાલ લોકલ ટિકિટ લેવા માટે એક જ બારી હોય તો તુરંતમાં બીજી બારી વધારવા આ આવેદનપત્ર દ્વારા અનુરોધ કરાયો હતો
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ