વેરાવળના ડૉક્ટર અતુલ ચગ આપઘાત પ્રકરણમાં 93 દિવસ પછી વેરાવળ સિટી પોલીસ પુરાવા આધારે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઇ ચુડાસમા સામે મરવા મજબૂર કરવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પુત્ર હિતાર્થની ફરિયાદ પરથી ગુનો નોંધી બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા જવાની તૈયારી કરતાં ડૉક્ટર અતુલ ચગના પૂત્ર હિતાર્થે પિતા-પુત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પિતાને નારણભાઇ સાથે ઘર જેવા સંબંધ હતા મારા પિતાની પ્રેક્ટિસ સારી ચાલતી હોય 2008થી 2022 સુધી કટકે કટકે નારણભાઇએ ધંધાના કામે મારા પિતા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા લીધા હતા એકાદ વર્ષ પૂર્વે મારા પિતાએ પૈસા પરત માંગતા પિતા-પુત્રએ પૈસા આપવાની ના પાડી દીધી હતી અને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી એક વખત હું પણ પિતા સાથે ત્યાં જતાં મને પણ મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મારા પિતાએ એવી ધમકી પણ આપી હતી કે હું તારા દીકરાને ગુમ કરાવી નાખીશ રાજકીય વગ ધરાવતા સાંસદ રાજેશ ચુડાસમાની ધમકીઓથી મારા પિતા સતત ભયભીત રહેતા હતા હવે પૈસા પરત નહીં આવે અને વધુ પૈસા માંગીશું તો મારી નાંખશે તેવી ભીતિ પણ હોવાથી મારા પિતાએ આપઘાત કરી લીધો હોવાનું જણાવતા પોલીસ ગુનો નોંધી બંને પિતા-પુત્રને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.