યાત્રાધામ વીરપુરમાં ગાયત્રી મંદિર ખાતે નવનિર્માણ થઈ રહેલ બિલ્ડીંગના ભુમી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા વીરપુરના તમામ સમાજના લોકોએ સાથે મળી સૌપ્રથમ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.”ધર્મ કા વિજય હો અધર્મ કા નાસ હો”ના નારા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને ત્યાર બાદ ભુમી પૂજનનો કર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો.