વીંછીયા બોટાદ રોડ પર અકસ્માત સર્જાતા લોકોએ કર્યો રોડ બંધ કર્યો હતો જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે તેવું લોકોએ જણાવ્યું હતું વીંછીયા બોટાદ હાઈવે રોડ પર લકઝરી બસ અને સાયકલચાલક વચ્ચે અકસ્માત થયો હતો વાંગધ્રા બસ સ્ટેન્ડ સામે અકસ્માત થતાં ધોરણ ૧૦ની વિધ્યાર્થીનીને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી અકસ્માત સર્જાતા ગામ લોકોએ હાઈવે રોડ બંધ કર્યો હતો રોડ બંધ થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો બાળકના ન્યાય માટે ગામ લોકોએ પોલીસ સામે ઉગ્ર રજુઆત કરી હતી પોલીસે સાંત્વના આપી મામલો થાળે પાડ્યો હતો
રિપોર્ટ અશરફ મીરાસૈયદ વીંછીયા