27.9 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા


વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા

વિછિયામાં અંધશ્રદ્ધાને ઉજાગર કરતો ચકચારી કિસ્સો

દંપતીએ કમળ પૂજા કરી પોતાના માથા હવનકુંડમાં હોમી દીધા

સ્યુસાઈડ નોટમાં લખ્યું : અમે મરજીથી જીવન તયાગ કરી છીએ 

અંધશ્રધ્ધાને ઉજાગર કરતી આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હેમુભાઈ ભોજાભાઈ મકવાણાએ ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિકવિધિ કરીને પત્ની સાથે આહુતિ  આપી દેતા ચકચાર મચી જવા પામી છે જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતા માંચડા જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. એમાં પતિ-પત્ની હવનકુંડની બાજુમાં સૂઈ ગયાં હતાં. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યાર બાદ એને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાની ઊંચાઈથી પટક્યું હતું. એમાં પતિ હેમુભાઈ અને પત્ની હંસાબેનનાં મસ્તક કપાઈ ગયાં હતાં. પત્નીનું મસ્તક હવનકુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવનકુંડથી દૂર પડ્યું હતું.

જ્યાં હવનમાં આહુતિ આપી ત્યાં એક શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું. એને ફૂલહાર પણ કરાયા હતા. જ્યારે હવનકુંડ પાસે શ્રીફળ રાખવામાં આવ્યાં હતાં, સાથે સાથે બાજુમાં અગરબત્તીઓ પણ પ્રગટાવવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અબીલગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો. ત્યાં લીંબુ, માળા અને કળશ પણ પડ્યાં હતાં. કમળ પૂજા કરી બંનેએ પોતાના જીવનો તયાગ કર્યો હતો બનાવની જાણ થતાં વિછિયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

પોલીસને બે પેજની સુસાઇડ નોટ મળી હતી. એમાં લખ્યું હતું કે તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ પર પૂરો ભરોસો છે જય ભગવાન, જય ભોલેનાથ અમે બેય અમારા હાથે અમારી રાજીએ જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરનાં હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાયુ (ભાઈઓ) પણ અમારા માડુ બાપુજી પણ અમારા બેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે તેમની પણ કોઈ જાતની પૂછપરછ કરતા નહીં. મારાં સાસુ, મારા સસરા પણ અમને કંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પૂછપરછ ના કરતા. અમને કોઈએ કંઈ કહ્યું નથી. અમે અમારા હાથે કરું છે. કોઈ પ્રકારની પૂછપરછ ના કરતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -