30.7 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

વિસાવદર પ્રાંત કચેરીમાં AAP કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ: પોલીસ પર ભાજપની દલાલીનો આક્ષેપ


જૂનાગઢ જિલ્લાના વિસાવદર પ્રાંત કચેરી પરિસરમાં અચાનક તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને પોલીસ દળ વચ્ચે પ્રાંત કચેરીમાં પ્રવેશ મેળવવા બાબતે ઉગ્ર તૂતૂ-મેંમે થઈ હતી. આ ઘટનાને પગલે થોડીવાર માટે મામલો એટલો ગરમાયો કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને એક્શનમાં આવવું પડ્યું હતું. પોલીસ કાર્યવાહી બાદ, કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, “પોલીસ ભાજપની દલાલી કરી રહી છે.” કોર્પોરેટરે પોલીસની કાર્યવાહીને રાજકીય દબાણ હેઠળની ગણાવીને તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -