21મી સદીમાં પણ અંધશ્રધ્ધાને લોકો વળગીને બેઠા હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વિરમગામ પંથકની એક બાળકીને તેના જ માવતરે બીમારી દૂર કરાવવા ડામ દેવડાવતા તેણીની તબિયત લથડતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ વિરમગામ વડગામે રહેતા પરિવારની 10 માસની બાળકી કોમલને શરદી અને ઉધરસ થઈ ગયા હોય દવા લીધા પછી પણ કોઈ ફેર નહિ પડતાં માવતર તેણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા ખાતે એક ડોસીમાં પાસે લઈ ગયા હતા અને ત્યાં તેણીને સોઇના ડામ દેવડાવ્યા હતા જો કે તે પછી તબિયત સુધારવાને બદલે વધુ બગડી જતા વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડતા કે ટી ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.
રિપોર્ટર : હોજેફા લાકડવાળા