ગુજરાત વિધાનસભામાં નવું પબ્લીક યુનિવર્સિટી વિધેયક પસાર થતા જ ઉચ્ચ શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે. યુનિવર્સિટિની સિન્ડીકેટ, સેનેટ સહિતના સતામંડળોના ભાવિ સામે સવાલો ઉભા થઈ ગયા છે ત્યારે આજરોજ વિધાનસભામાં આ નવું વિધેયક પસાર થવાના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા આજે ખાસ પરીપત્ર ઈસ્યુ કરી સેનેટની ચુંટણીની પ્રક્રિયા સ્થગિત કરી દેતા અનેક મુરતીયાઓના આશા અરમાનો ઉત્સાહ પર પાણી ઢોળ થઈ જવા પામેલ છે.