રાજકોટ કામદાર યુનિયન વાલ્મિકી સમાજના અથાગ સંઘર્ષ બાદ છેલ્લા ૨૬ વર્ષના ભરતીના પ્રશ્નનો નિરાકરણ લાવવામાં આવશે. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડીયા તથા યુનિયનના સભ્યો દ્વારા સફાઈ કામદારોની ભરતીના પ્રશ્નનો ઉકેલ લાવવા હેતુ રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી પ્રશ્નનું નિરાકરણ લાવવા યુનિયન દ્વારા ધારણા આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ રાજકોટ મેયર દ્વારા આ વ્યાજબી પ્રશ્ન ગણાવતા તાત્કાલિક ધોરણે કામદાર યુનિયનના આ પ્રશ્નનો નિરાકરણ લાવવાની ખાતરી આપતા રાજકોટના શારદાબાદ ખાતે કામદાર યુનિયનના પ્રમુખ,સભ્યો તથા બહોળી સંખ્યામાં વાલ્મિકી સમાજ એકત્રિત થઈ રાજકોટ મેયર તથા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.