ભરુચના વાગરામાં એક જ્વેલર્સની દુકાનમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ગત સોમવારે બપોરના સમયે વાગરાના ધમધમતા બજારમાં આવેલી ઓમ જ્વેલર્સમાંથી સોનાની લૂંટનો બનાવ બનતા પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પી.આઈ. એસ.ડી. ફુલતરીયા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના ૩૦ વર્ષીય રાકેશ જશુભાઈ પ્રજાપતિને શંકાના આધારે ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન રાકેશે કબૂલ્યું કે તે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં દસ લાખ રૂપિયા હારી ગયો હોવાથી પૈસા રિકવર કરવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે લૂંટાયેલા રૂ. ૩.૬૫ લાખના દાગીના, મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૪.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે,
વાગરામાં જવેલર્સની દુકાનમાં લૂંટ કરનાર આરોપી ઝડપાયો, ઓનલાઈન ગેમમાં રૂપિયા હાર્યો હોવાથી લૂંટનો પ્લાન રચ્યો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -